Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

લ્‍યો કરો વાત સુરતમાં તસ્‍કરીએ સેલ્‍ફી પોઇન્‍ટ પરની છત્રીને પણ ન છોડી !!ચોરી કરીને લઇ ગયા

સુરતમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે જ સેલ્‍ફી પોઇન્‍ટ પરથી છત્રી ચોરી છુપીથી ઉઠાવી જતા લોકોમાં ચકચાર

સુરતમાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યા લોકો ખાસ ફોટા પડાવવા અને મોબાઈલ સેલ્ફી લેવા માટે આવતા હોય છે જેથી લોકોને આકર્ષવા માટે છત્રીઓથી ખાસ ડિઝાઇન બનાવવામાં આવી છે. આ જગ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘર સામે આવી છે. જો કે, આ સેલ્ફી પોઈન્ટમાં લગાવેલ છત્રીઓની ચોરી થતા લોકોમાં ભારે ચકચાર પણ જોવા મળી રહી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં સેલ્ફી લેવા માટે અનેક વસ્તુ શણગારવામાં આવી છે. આ જગ્યા પર સુરત પણ લખેલું છે. જ્યાં લોકો સેલ્ફી પડાવતા હોય છે. પરંતુ આજે અહીં ઉપર શો માટે રાખવામાં આવેલી છત્રીની ચોરી થઈ છે. ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે જ છત્રીની ચોરી થતા સેલ્ફી પોઈન્ટની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યાં છે. આ ઘટના બાદ મેયર બેમાલી બોઘાવાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા. મેયરે સુરક્ષા માટે યોગ્ય સૂચના આપી છે.

અસામાજીક તત્વોએ મોડી રાતે ત્રાટકી બ્યુટિફિકેશન માટે બ્રિજના ડેકની નીચે લગભગ 20 ફૂટ ઉંચી રંગબેરંગી છત્રીઓ લઈ ભાગી ગયા હતા. દિવાળી વેકેશનને કારણે, બ્યુટીફિકેશન ઝોન લોકોને ટોળામાં આકર્ષે છે, જ્યાં તેઓ એક્ટિવિટી ઝોન અને ગાર્ડન એરિયામાં ચિત્રો અને સેલ્ફી ક્લિક કરે છે.

(9:32 pm IST)