Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાતની અનેક નગરપાલિકા માં ક્લાર્ક અને એકાઉન્ટન્ટ ના પદ માટે ભરતી કરાશે

જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે

અમદાવાદઃ ગુજરાતની અનેક નગરપાલિકામાં ક્લાર્ક અને એકાઉન્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી છે. જેમાં ભરૂચ ,ખંભાલીયા , કાલાવડ, હાલોલ, ગોધરા , હિંમતનગર , ડીસા, બાંટવા , પાટણ , અને માણસા નગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે.

કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે દરેક રાજ્યમાં રોજગાર-ધંધા પર તેની માઠી અસર પડી હતી. અને ઘણા લોકોની તો નોકરી પણ છીનવાઈ ગઈ હતી. જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ રીતે કરી શકાશે અરજી

ગોધરા અને  હાલોલ નગરપાલિકામાં 11-11-2021 સુધી અરજી કરી શકાશે. કાલાવડ, ખંભાલીયા, હિમતનગર ,પાટન અને માણસા નગરપાલિકામાં 30 દિવસની અંદર અરજી કરવાની રહેશે.

લાયકાત

નગરપાલિકાના તમામ પદ માટે  લાયકાત અંગેની માહિતીતે https://engar.gujarat.gov.in પરથી મળી જશે

વય મર્યાદા

પદના અનુસાર વય અંગેની માહિતી તે વેબસાઈટ માંથી મળી જશે.

પગાર ધોરણ

ગુજરાતની આ તમામ નગરપાલિકાઓમાં સરકારે નક્કી કરેલ નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

(6:45 pm IST)