Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ડુંગરી પોલીસ માનવતાનું ઉતમ ઉદાહરણ :એક આંખમાં કડકાઈ :બીજી આંખમાં કરુણા વરસે છે

કાયદો ભંગ ન થાય અને સામાન્ય વર્ગ હેરાન ન થાય તેવો રસ્તો કરવા માટે જાણીતા લોકપ્રિય પીએસઆઈ શક્તિસિંહ ઝાલા પર પર શુભેચ્છા વર્ષા:ડુંગરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શક્તિસિંહ ઝાલાએ ધરાસણા બાળ સરંક્ષણ ગૃહ ખાતે નવા વર્ષની ઉજવણી કરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :પોલીસનું નામ આવતા જ લોકો ડરતા હોઈ છે પણ પોલીસ ની માનવતાની છબી પણ છે પોલીસ પણ તહેવારોમાં પરિવારને મૂકી સામાન્ય લોકોની સાથે પણ ઉજવણી કરતી હોઈ છે વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન દ્વારા ધરાસણા બાળ સરંક્ષણ ગૃહ ખાતે રહેતા બાળકોને જમાડી તેમને ફટાકડા તેમજ મીઠાઈ અને ચોકલેટ આપી તેમની સાથે દિવાળી પર્વની ઉજવણી પોલીસે કરી હતી પોલીસ ની આ પહેલે લોકોના દિલ જીતી લીધા  હતા

 

(6:41 pm IST)