Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પત્નીને લેવા બાઈક પર નીકળેલ શખ્સનું ગંભીર અકસ્માતમાં મોત

વડોદરા: બહારગામથી પરત આવેલી પત્નીને લેવા માટે સ્કૂટર  પર નીકળેલા પતિને વારસિયા પોલીસ સાંઇબાબા એપાર્ટમેન્ટ પાસે અકસ્માત થતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કિશનવાડી ઝંડાચોકમાં રહેતા મહેશ હરેશભાઇ શર્મા અને તેમના પત્ની ચંદાબેન દિવાળીના તહેવારમાં રાજસ્થાન ફરવા ગયા હતા.અને તા.૮ મી ના  રોજ મહેશભાઇ શર્મા અમદાવાદમાં રહેતા બહેનના ઘરે ગયા હતા.મહેશભાઇ બપોરે વડોદરા પરત આવી ગયા હતા.જ્યારે ચંદાબેન અમદાવાદ રોકાઇ ગયા હતા.મોડીરાતે ચંદાબેન અમદાવાદથી વડોદરા આવવા નીકળ્યા હતા.અને પ્રાઇવેટ વાહનમાં અમિતનગર સર્કલ ઉતર્યા હતા.ત્યાંથી  રિક્ષામાં બેસીને વારસિયા આવ્યા હતા.પત્નીને લેવા માટે મહેશભાઇ સ્કૂટર લઇને વારસિયા આવવા નીકળ્યા હતા.તે દરમિયાન સાંઇબાબા એપાર્ટમેન્ટ પાસે સ્કૂટર ડિવાઇડર સાથે અથડાતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી  હતી.ઇજાગ્રસ્ત મહેશભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ,સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું.વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:55 pm IST)