Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વડોદરા:બહેનના વિરહમાં નાના ભાઈએ ફાસો ખાઈ મોતનેવહાલુ કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: રહસ્યમય સંજોગોમાં બહેન ગુમ થઇ જતા તેના વિરહમાં નાના ભાઇએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો  હતો.જે અંગે હાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી  મુજબ,હાલોલ તાલુકાના બાસકા ગામે રહેતો પ્રકાશ જયેન્દ્રભાઇ જાદવ (ઉ.વ.૧૯) પિતા સાથે ખેત મજૂરી કરે છે.ચાર મહિના પહેલા તેની નાની બહેન રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ  ગઇ  હતી.જે અંગે તેના પિતાએ હાલોલ  પોલીસ સ્ટેશનમાં અરજી  પણ આપી હતી.પરંતુ,તેની બહેન મળી આવી નહતી.દિવાળીના તહેવારમાં બહેનની યાદ આવતી હોય તે ઉદાસ રહેતો હતો.અને કહેતો હતો કે,મારે એકવાર બહેનને મળવું છે.સતત ઉદાસ રહેતા પ્રકાશ જાદવે ફાંસો ખાઇન ેમોતને વહાલુ કર્યુ હતું.જે અંગે હાલોલ  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ  હાથ ધરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

 

(4:55 pm IST)