Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ડ્રગ્સ કયાંથી કેવી રીતે આવ્યુ તેની માહિતી છેઃ સારી કામગીરી બદલ પોલીસને અભિનંદન

ડ્રગ્સના ધંધાર્થીઓ ચેતતા રહેઃ ગૃહ રાજય મંત્રીની કડક ચીમકી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ :.. સૌરાષ્ટ્રના યાત્રાધામ દ્વારકાથી રૂ. ૩પ૦ કરોડના પકડાયેલ ડ્રગ્સ અંગે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે પત્રકારોને વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું હતું કે યુવા ધનને ગેરમાર્ગે દોરવા ડ્રગ્સ માફીયાઓ સક્રિય થયા છે.

આ માફીયાઓને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણાય સમયથી આ દુષણ ડામવા પગલા લેવામાં આવી રહ્યા છે. આજે રાજયની પ્રજા અને સરકાર વતી પોલીસ વડા આશિષ ભાટીયા અને તેમની ટીમ દ્વારા પ૮ કેસો  બનાવી મોટી સંખ્યામાં આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ કામગીરીને અભિનંદન આપીએ છે.

ગુજરાતમાં જિલ્લાની પોલીસ દ્વારા આવડું મોટુ ડ્રગ્સ પકડવુ એ પ્રસંસનીય છે. અમદાવાદ, સુરત વગેરે જગ્યાએ પણ ડ્રગ્સ પકડવામાં આવેલ છે.

છેલ્લા ઘણાય સમયથી ખાનગી બાતમી દ્વારા મળતી માહીતી છે તેનાથી આ ડ્રગ્સ પકડવામાં ખૂબજ સારી રીતે કામગીરી કરવામાં આવી છે.

ગુજરાતમાંડ્રગ્સ પ્રવેશે નહિ તે માટે અમે સતત સક્રિય છીએ અગાઉ પણ બહારથી આવતુ ડ્રગ્સ પકડી પાડવામાં આવેલ હતું આ ડ્રગ્સ કયાંથી આવ્યું કેવી રીતે આવ્યું તેની પુરતી માહિતી છે. સમય આવે વિસ્તૃત વિગતો આપવામાં આવશે.

આ ડ્રગ્સના વેચાણ કરતા લોકો ચેતતા રહેજો પોલીસ તંત્રની સતત નજર છે.

(4:00 pm IST)