Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અંતે અતુલ કરવલ હવે પરિવાર સાથે દિલ્હીમાં રહી શકશે, દેશને નવા આઇબી વડા પણ તુરંત મળશે

૧૯૮૮ બેચના મૂળ ગુજરાત કેડરના આ આઇપીએસ અધિકારીના રાજકોટ કલેકટર તરીકે ફરજ બજાવી ગયેલ આઇએએસ પત્ની હાલમાં દિલ્હીમાં સ્કૂલ બોર્ડ સચિવ હોવાથી મોદી સરકારે આ નિર્ણય લીધો છે : આઇપીએસ ટ્રેનીંગ સેન્ટરમાં હવે ગુજરાત કેડરના ડાયરેકટર બદલાતા હવે કાર્યદક્ષ અને એક સમયે પીએમના ખાસ વિશ્વાસુ નિરાભિમાની આઇએએસ ટ્રેનીંગ સેન્ટર વડા શ્રી નીવાસજીને પણ મહત્વના સ્થાને મુકવાની સંભાવના વધી : હિન્દુસ્તાન પેટ્રોલિયમના વડા તરીકે શ્રી નારંગાની પસંદગી : ભીતરની રસપ્રદ કથા

રાજકોટ તા.  ૧૦ :  અંતે ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈપીએસ ક જેઓ ૨૦૨૪મા નિવૃત્ત થવાના છે તેવા આ કાર્યદક્ષ અધિકારીની માંગણી મુજબ તેમને દિલ્હી ખાતે એનડીઆરએફ ના ડીજી તરીકે બદલી કરવામાં આવી છે, તેમને બે વર્ષ સુધી નિમણુક કરવામાં આવી હોવાથી નિવૃતિ સુધી તેઓ અહી દિલ્હીમાં પરિવાર સાથે રહી ફરજ બજાવી શકે તે માટે મોદી સરકારે આ નિર્ણય લીધો છે.અત્રે યાદ રહે કે અતુલ કરવલ હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ એકેડમીના ડાયરેકટર છે, જે દહેરાદુનમાં છે.                                      

ભૂતકાળમાં રાજકોટ કલેકટરપદે કામગીરી બજાવી ચૂકેલા શ્રીમતી અનીતા કરવલ, અતુલ કરવલની બેચના આઇએએસ છે અને હાલ કેન્દ્રમાં સ્કૂલ બોર્ડના સચિવ તરીકે ફરજ બજાવે છે.આમ અતુલ કરવલ હવે પરિવાર સાથે દિલ્હીમાં રહી શકશે. મૂળ ગુજરાત કેડરના આ અધિકારી પોતાના બેચ મેટ એવા સીબીઆઈ ના સ્પેશ્યલ ડાયરેકટર પ્રવીણ સિંહા માફક ખૂબ સ્વચ્છ છબી ધરાવતા ગુજરાતના ગૌરવરૂપ અધિકારી છે.                                  

અતુલ કરવલ નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના સલમતી વિભાગનું સુકાન સાંભળતા અને નિયમ પાલનના ખૂબ આગ્રહી હોવાનું વડા પ્રધાને અકાદમી કાર્યક્રમમાં જણાવેલ અને તેનો વીડિયો પણ વાયરલ થયેલ.                

અતુલ કરવલ સાથે ૧૯૮૬ બેચના મૂળ બિહાર કેડરના સિલવર્ધનસિંઘને પણ આઇબીમાંથી બદલી સીઆઈએસએફના વડા બનાવ્યા છે, જાણકારોમા ચાલતી ચર્ચા મુજબ તેઓ આમતો નિવૃત્ત છે પરંતુ એકસ્ટેન્શન્સ પર છે, મતલબ દેશના નવા આઇબી વડા મળશે.

અત્રે યાદ રહે કે , સીઆઈએસએફ વડાનું સ્થાન સુબોધ કુમાર જયસ્વાલ સીબીઆઈ વડા બનતા ખાલી પડ્યું હતું . દરમિયાન હિન્દુસ્તાન પેટ્રોલિયમના ફાઇનાન્સ ડાયરેકટર પદે  શ્રી નારાંગા પસંદગી પામ્યા છે.

(2:43 pm IST)