Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

આજથી ૩ દિવસ ઠંડી વધશેઃ માવઠાની શકયતા નહિવત

હવામાન વિભાગની મોટી આગાહી

અમદાવાદ,તા.૧૦: શિયાળાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજયમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની સંભવાના છે.

ઉત્ત્।ર-પૂર્વમાં પવનો તેજ થતાં તાપમાનનો પારો ગગડશે હાલ રાજયમાં ધીરે ધીરે ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે.ડિપ્રેશનથી ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપ લાગી રહ્યો છે તો રાત્રે તેમજ વહેલી સવારમાં જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ આગાહી હતી કે કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડશે પણ આજના હવામાન વિભાગના અનુમાન મુજબ માવઠું થવાની શકયતા ના બરોબર છે. જે રાહતનો વિષય છે.

હવામાન વિભાગે ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજયમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જયારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ ૧૦થી ૧૨ ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ ૧૫ ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.

(2:42 pm IST)