Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વ્યપારી,મધ્યમ વર્ગની દિવાળી બગાડવા આવેલ પરપ્રાંતીય ખુંખારો સુરત પોલીસના સંકજામાં

કોરોના કાળ બાદ આર્થિક રાજધાનીમાં આવેલ તેજીથી અંજાય બિહાર,મહારાષ્ટ્ર વેગેરે સ્થળના અપરાધીઓ ઘૂસ્યા વગર નહિ રહે તેવી સુરત સીપી અજય કુમાર તોમરની અનુભવવાણી પથ્થર ની લકીર જેવી બની : લુંટ,બાઈક ચોરી અને છરી ચલવામાં માહિર ગેંગ સ્ટર પુણે પીઆઇ વિજય સિહ ગડેરિયા ટીમની સતર્કતાથી ઝડપાઇ ગયા

રાજકોટ તા. ૧૦ : કોરોના મહામારીને કારણે ગુજરાતની આર્થિક રાજધાની સુરતના વ્યપાર ધંધામાં ઘણા વર્ષો બાદ તેજી દેખાતા જ પર પ્રાંતીય લૂંટારૂઓની દાઢ ડલકયા વગર નહિ રહે તેવું અનુભવે ખૂબ સારી રીતે સમજતા પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વાપરવામાં આવેલ આગમચેતી તથા પોલીસ મથકના પીઆઇથી માંડી નાનામાં નાના સ્ટાફ  દ્વરા પણ સતત પેટ્રોલિંગ કારણે વ્યપારી લૂંટતા અને નાના અને મધ્યમ વર્ગના લોકોના લોન પર લીધેલ બાઈક,લૂંટ સહિત ૩૦ ગુનાઓનો ભેદ સુરતના પુણે પોલીસ મથકના પીઆઇ વી. યુ.ગડરિયા ટીમ દ્વારા ઉકેલતા સુરતવાસીઓ ખુશખુશાલ બન્યા છે.

આજરોજ તા.૯-૧૧-૨૦૨૧ના રોજ પો.સ.ઈ. પી.કે. રાઠોડ તથા પો.સ.ઈ. જે. એચ. રાજપૂત તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.સ.ઈ. પી.કે. રાઠોડ તથા પો.સ.ઈ. જે. એચ. રાજપૂતનાઓની સંયુકત બાતમી હકીકત આધારે સુરત વડોદરા રોડ લેન્ડમાર્ક પાસે જાહેર રોડ પરથી (૧) કનૈયાસિંઘ મુન્નાસિંઘ બાવન (ઉ.વ.૧૯) રહે. ઘર નં.૧૦૬, રાજીવનગર, ઉમરવાડા, સહારા દરવાજા પાસે, સુરત મુળ - (બિહાર) (૨) મનોજ ગણેશ પાટીલ (ઉ.વ.૨૨) રહે. સુંડાભાઈની ચાલી, કાપોદ્રા એસ.એમ.સી. ટેનામેન્ટ, કાપોદ્રા ચોકડી, વરાછા મેઈન રોડ, સુરત - મુળ (મહારાષ્ટ્ર) (૩) સિદ્ધાર્થ ઉર્ફે સોનુ સંજયભાઈ કપૂરે (ઉ.૨૨) રહે મ.ન. ૧૫૫ સી.આર.પાટીલ ટેનામેન્ટ માનસી રો-હાઉસની બાજુમાં સી.આર.પાટીલ  રોડ ડીંડોલી સુરત મુળ - મહારાષ્ટ્ર નાઓને પકડી તેમની પાસેથી અલગ અલગ કંપનીના કુલ ૫ મોબાઈલો કિ.રૂ.૩૨,૫૦૦/- તથા રામપુરી ચપ્પુની કિં. રૂ.૦૦/- તથા હિરો કંપનીની પ્લેઝર રજી. નં. જીજે-૦૫-એનએસ-૧૨૩૬ મોપેડ કિ.રૂ.૩૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલની કુલ આશરે કિંમત રૂ.૬૨,૫૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમોને સી.આર. પી.સી. કલમ - ૪૧ (૧) (ડી) મુજબ ડીટેઈન કરેલ છે.

આરોપીઓની એમ.ઓ. - મોપેડ ચોરી કરી એકલા રાહદારીઓને ટાર્ગેટ કરી ચપ્પુની અણીએ તેમના મોબાઈલો સ્નેચીંગ લૂંટ કરવાની એમ.ઓ. ધરાવે છે.

ડીટેકટ ગુનાઓ :- (૧) સુરત ગ્રામ્ય કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. પાર્ટ - 'એ' ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૨૦૦૧/૨૦૨૧ ઈ.પી.કો. કલમ - ૩૬૭,૧૧૪ મુજબ. (૨) સુરત ગ્રામ્ય કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. પાર્ટ - 'એ' ગુ.ર. નં.૧૧,૨૧,૪૦,૨૩,૨૧૨૦૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ - ૩૭૯ (એ)(૩), ૧૧૪ મુજબ (૩) હિરો કંપનીની પ્લેઝર રજી. નં. જીજે-૦૫-એનએસ-૧૨૩૬ મોપેડ હળપતીવાસ ખાડી ફળીયુ કડોદરા ખાતેથી ચોરી કરેલ છે.

(2:42 pm IST)