Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજપીપળા નિવાસી સંગીતકાર શિવરામ પરમારે કેવડીયા રેડીયો સ્ટેશનની મુલાકાત લઇ શુભેચ્છાઓ પાઠવી

નર્મદા જિલ્લો કલા,સંગીત અને પ્રકૃતિની સુંદરતા થી ભરેલો છે માટે આ રેડિયો સ્ટેશન કલાકારોને આગળ વધવામાં,તેમની કલાને બહાર લાવવામાં એક ઉત્તમ માધ્યમ બની રહેશે : શિવરામ પરમાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90.0 એફએમ ની મુલાકાત લીધી અને સાથે સાથે આ રેડિયો સ્ટેશનને અનેક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

 શીવરામ પરમારે જણાવ્યું હતું કે આ રેડિયો સ્ટેશન અહીં આવનાર દરેક મુલાકાતીઓને પળેપળથી માહિતગાર કરશે તેમજ અહીંના લોકલ કલાકારો ને પોતાની કલા પ્રદર્શિત કરવા માટેનો એક મજબૂત પાયો બનશે.નર્મદા જિલ્લો કલા,સંગીત અને પ્રકૃતિની સુંદરતા થી ભરેલો છે આવનાર સમયમાં આ રેડિયો સ્ટેશન કલાકારોને આગળ વધવામાં,તેમની કલાને બહાર લાવવામાં એક ઉત્તમ માધ્યમ બની રહેશે.

થોડાક સમય પહેલા રેડિયો લુપ્ત થવાના આરે હતો પરંતુ જ્યારથી આપણાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબે "મન કી બાત" કાર્યક્રમ  શરૂ કર્યો છે ત્યારથી ફરી થી રેડિયો જીવંત થયો છે,ગામેગામ ફરી થી લોકો રેડિયો સાથે જોડાઈ રહ્યા છે અને રેડિયો પર પ્રધાન મંત્રી ની મન કી બાત નો આનંદ પણ માણી રહ્યા છે. આ તબક્કે ભવિષ્યમાં આ રેડિયો સ્ટેશન ગુજરાત અને ભારતમાં એક ઉત્તમ રેડીયો મથક બની રહે એવી એમણે શુભેચ્છાઓ આપી હતી. આર.જે વિરાટ અને આર જે મહેશ સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના જીવનની વાતો કરી અને આગળ વધવા માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું હતું આજના ટેક્નોલોજીના યુગમાં દરેક કલાકાર પોતાની કલાને સરળતાથી બહાર લાવી શકે છે અને આ માટે રેડિયો સ્ટેશન પણ એક ઉત્તમ મદદગાર તરીકે સાબિત થશે તેવું પણ જણાવ્યું હતું. આ રેડિયો સ્ટેશનને આગળ લાવવા માટે સરકાર પૂરતા પ્રયત્નો કરે છે ત્યારે શિવરામભાઈ એ સંગીત અને ટેકનોલોજી લક્ષી કોઈપણ જરૂરિયાત ને પૂરી પાડવા તેઓ હંમેશા અડીખમ ઊભા રહેશે તેવું જણાવ્યું હતું.મુલાકાત બાબતે તેમણે કેવડિયા ના ડેપ્યુટી કલેક્ટર દુબે સાહેબ નો ખાસ આભાર માન્યો હતો.

(6:30 pm IST)