Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજપીપળાના પ્રવેશદ્વારનું નામ રાજા નાંદિયા ભીલના નામે કરવા બાબતે આમુ સંઘઠન દ્વારા રજુઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ના પ્રવેશદ્વારનું નામકરણ કરવા બાબતે આજરોજ આમુ સંઘઠન દ્વારા કલેકટર અને પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

 આમુ સંઘઠનના પ્રમુખ મહેશભાઈ વસાવાએ રજુઆતમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લામાં એક માત્ર રાજપીપલા નગરપાલિકા આવેલી છે .નર્મદા જીલ્લોએ ભારતીય બંધારણની પાંચમી અનૂસુચિનો આદિવાસી વિસ્તાર છે આદિવાસી સમાજની બહુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે . જ્યારે પૂરા ભારત દેશમાં આદિવાસી રાજાઓ રાજ કરતા હતા ત્યારે આપણા વિસ્તારમાં ( નંદભીલ ) રાજા નાંદીયાભીલ પોતાનું શાસન ચલાવતા હતા વર્તમાન સમયમાં નર્મદા જીલ્લામાં પાંચ લાખ કરતાં વધુ વસ્તી આદિવાસી સમાજની હોય રાજપીપલા નગરમાં પણ સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની છે અને આજુ બાજુના ગામડા ઓમાં પણ સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની વસવાટ કરે છે,આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી વડીયા જકાતનાકાં પાસે ટૂંક સમય પહેલા બનેલા પ્રવેશદ્વારનું નામ રાજા નાંદિયા ભીલ રાજપીપલા નગરમાં આપણું સ્વાગત છે.તેવું લખાણ લખી આદિવાસી સમાજને માન સન્માન આપવા સમગ્ર આદિવાસી સમાજ નર્મદા જિલ્લા દ્વારા કલેકટર અને પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજુઆત આમુ સંઘટનના નેજા હેઠળ પ્રમુખ મહેશભાઈ એસ વસાવા દ્વારા કરવામાં આવી છે.

(11:20 am IST)