Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

લાભ પાંચમથી વિરમગામ એપીએમસી માર્કેટયાડ ખાતે હરાજી શરૂ કરવામાં આવી

ખેડુતોને મોં મીઠું કરાવી વેપારીઓ દ્રારા ડાંગર, કપાસ સહિતના પાકની હરાજી શરૂ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : દિવાળીના પર્વ પછી નવા વર્ષમાં વિરમગામ પંથકમાં વેપારીઓ દ્વારા લાભ પાંચમના દિવસથી ધંધા રોજગારનું મુહર્તની પરંપરા હોવાથી લાભ પાંચમથી વિરમગામ શહેર આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતોના પાકની હરાજી શરૂ કરાઇ હતી. નૂતન વર્ષમાં ખેડુતોને મોં મીઠું કરાવી વેપારીઓ દ્રારા ડાંગર, કપાસ સહિતના પાકની હરાજી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નળકાંઠા સહિત વિરમગામ તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર ખેતી પ્રધાન છે. જેમા દર વર્ષે લાખો હેક્ટર કપાસ, એરંડા, જીરૂ, ડાંગર સહિતના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ખેડુતો નૂતન વર્ષમાં હોશે હોશે એપીએમસી માર્કેટયાડ ખાતે હરાજી કરાવી રહ્યા છે. વિરમગામ એપીએમસી ખાતે ચેરમેન લખુભા ચાવડા, વાઇસ ચેરમેન રમેશભાઇ કોળી પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર, કર્મચારીઓ સહિત વેપારીઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રસીક કોળી - રૂપાવટી)

(11:08 am IST)