Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

CNGના ભાવ વધારા સામે ગુજરાતના રીક્ષાચાલકો લડી લેવાના મૂડમાં

૧૫ અને ૧૬ નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ પર ઉતરશે

રાજયભરમાં ૧૫ લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે

અમદાવાદ, તા.૧૦: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNGના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. ૧૫ અને ૧૬ નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ પર ઉતરશે. રાજયભરમાં રીક્ષાચાલકો CNGના ભાવવધારના વિરોધમાં ૧૪ તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. ૧૫ અને ૧૬ તારીખે રાજયભરના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ કરશે. રાજયભરમાં ૧૫ લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે.

CNG ભાવ વધારા વિરોધી સમિતિએ આંદોલનની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં આવતીકાલે રાજયભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો ૧૨ તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજયપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ ૧૪ નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. અને ત્યાર બાદ ૧૫ અને ૧૬ તારીખે રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ પર ઉતરશે. જેમાં રાજયભરમાં ૧૫ લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે.

આ હડતાળ વિશે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના અશોક પંજાબીએ જણાવ્યું કે, CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત  આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં બેથી ત્રણ વ્યકતને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે ૧૮ રૂપિયાથી વધારી મિનિમમ ભાડું ૨૦ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNGના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકોએ કરી છે.

આ સાથે જ ૧૫ તારીખ બાદ પણ માગ ના સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ૨૧ તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા મક્કમતા દર્શાવાઈ છે. જો સરકાર ઘ્ફઞ્માં ભાવવધારો પાછો ખેંચે તો હડતાળ ના કરવાની પણ સમિતિમાં ચર્ચા થઈ.

(10:31 am IST)