Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

ઓનલાઈન શિક્ષણમાંથી વિદ્યાર્થીઓને મળશે મુક્તિ : વેકેશન બાદ કોરોના સંક્રમણ વધે નહીં તો શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગના અભિપ્રાય ઉપર વિચારણા કરશે

અમદાવાદ, તા. : રાજ્યમાં સ્કૂલોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે પ્રાથમિક શાળાઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગ શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યુ્ં છે. જે બાદ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી છૂટકારો મળી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે, બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે. આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાનો અભિપ્રાય આપ્યો છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગ શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યું છે. જેથી દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકે છે.

દિવાળી વેકેશન બાદ પણ જો કોરોના સંક્રમણમાં વધારો નહીં તો શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગના અભિપ્રાય પર વિચારણા કરશે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, દિવાળી વેકેશન બાદ પણ જો રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો નહીં તો શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ ખોલી શકે છે. મહત્વનું છે કે, લાંબા સમયથી રાજ્યમાં ધોરણ ૧થી ૫નાં વર્ગો બંધ છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. જો કે, ઓફલાઈન વર્ગોની સાથે ઓનલાઈ શિક્ષણ જણાશે તો પણ ચાલુ રાખવામાં આવશે.

જો કે, રાજ્યનું શિક્ષણ વિભાગ હવે આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા માટે વિચારણા કરી રહ્યું છે. જો દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો વિદ્યાર્થીઓને ફરી એક વાર સ્કૂલે જવા મળી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે.

બીજી તરફ, વાલીઓ પણ કોરોનાના કારણે બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. પણ હવે, દિવાળી વેકેશન બાદ ખબર પડશે કે શિક્ષણ વિભાગ મામલે શું નિર્ણય લે છે.

(9:34 am IST)