Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારથી 16 જિલ્લાના પ્રવાસે પ્રયાણ કરશે

દરેક જિલ્‍લામાં અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કાર્યની સમીક્ષા કરશે : સ્‍નેહમિલન અંતર્ગત પ્રવાસ માટે આયોજન કરાયું

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના 16 શહેર અને જીલ્લાના પ્રવાસ કરશે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે.જેમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશે… આગામી સપ્તાહ દરમિયાન સીએમનો કાર્યક્રમ આ મુજબ છે.

10 નવેમ્બરે કચ્છમાં
11 નવેમ્બરે તાપી અને નર્મદામાં
12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણામાં
13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં
14 નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં
15 નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં
16 નવેમ્બરે પંચમહાલ, મહિસાગર અને વડોદરામાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

 

(10:24 pm IST)