Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અમદાવાદના ઘાટલોડિયા વૃદ્ધ દંપત્તિ હત્યા કેસમાં 2 ની ધરપકડ કરાઇ : આરોપીઓ મુળ ઝારખંડના

અમદાવાદઅમદાવાદ ના ઘાટલોડિયામાં વૃદ્ધ દંપત્તિ હત્યા કેસ માં 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓ ઝારખંડના રહેવાસી છે અને ચોરી ના ઇરાદે હત્યા કરી હોવાની વાત સામે આવી છે. મહત્વ નું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ રૂમ માં શર્ટ પણ બદલી લીધા હતા.

પોલીસ ગિરફતમાં આવેલ આ બન્ને આરોપીઓનું નામ છે મુકુટ હપગદડા અને ઇમન તોપનો.

આ બન્ને આરોપીઓ મૂળ ખૂંટી જિલ્લા ઝારખંડના રહેવાસી છે. આરોપીઓ નવી કન્ટ્રકસન સાઈટ ફેલસીયા-2 માં છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી કામ કરતા હતા. બન્ને આરોપીઓ ગત 2 નવેમ્બરના રોજ ચોરીના ઇરાદે સાઈટથી ચાલતા ચાલતા નીકળ્યા અને પારસમણિ ફ્લેટમાં વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા.

બહારના રૂમમાં કોઈ નહતું જેથી આરોપી મુકુટ બીજા રૂમમાં ગયો અને જ્યાં મહિલા હતા. મરનાર વૃદ્ધ દ્વારા બુમો પાડવા લાગતા તે ડરી ગયો અને પેહલા મહિલાની હત્યા કરી નાખી. જે બાદ વૃદ્ધની ઠંડા કલેજે હત્યા કરી દીધી. જો કે બન્ને હત્યા મુકુટ હપગદડા કરી હતી.

આરોપી પુછપરછમાં મરનાર વૃદ્ધ દ્વારા આરોપીને પકડી લેવામાં આવેલ પરંતુ આરોપી છૂટવા માટે તેમની પણ હત્યા કરી નાખી અને ત્યાર બાદ રૂમમાં તિજોરી અને અન્ય વસ્તુ તોડી ચોરીની કોશિશ કરવામાં આવી. પરંતુ આરોપીઓ એટલા ડરી ગયા હતા કે માત્ર 500 રૂપિયા લઈ છરી ત્યાં મૂકી ને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓનું શર્ટ લોહી વાળું થઈ જવાથી તેને રૂમ માં શર્ટ બદલીને નીચે ઉતર્યા હતા. આરોપીઓ પેહલા રેકી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે અને જે બિલ્ડીંગમાં આ ઘટનાને અંજામ આપ્યો જેમાં 12માં થી 7 ઘર બંધ હતા અને જે આરોપીઓ ને અંદાજો આવી ગયો હતો.

સોસાયટીમાં સીસીટીવી અને સિક્યુરિટી ના હોવાની પણ જાણ તેમને હતી. જો કે હત્યા કર્યા બાદ આરોપી ખુલ્લેઆમ શાંતિ ફરતા હતા તેમને એમ હતું કે પોલીસ આરોપી સુધી પહોંચી નહિ શકે પરંતુ કિરીટસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલને આરોપી હાલચાલ પર શકા જતા તેને પકડી પુછપરછ કબૂલાત કરી હતી.

મહત્વ ની વાત તો એ છે કે, આરોપીઓ જે જિલ્લાથી આવે છે તે જિલ્લા સૌથી વધારે નક્સલ પ્રભાવિત છે જેથી તે લોકો નક્સલ સાથે કોઈ સંબંધ છે કે કેમ તેની ઓણ તપાસ કરવામાં આવી રહી છે. આ લોકો પેહલા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે પણ તપાસ ચાલુ છે. જોકે એક કોન્સ્ટબેલની સારી કામગીરીને લઈ 10 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

(12:06 am IST)