Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

બનાસ કાંઠામાં બસ હડફેટે ટ્રેકટર ચડી જતા ઘટના સ્‍થળે જ કાકા ભત્રીજાનું કરૂણ મોત

બનાસ નદીના બ્રીજ પર બની કરૂણ ઘટના : મગફળી વહેચીને જતા બંને કાકા-ભત્રીજાના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજુ છવાયું

બનાસકાંઠા : બનાસકાંઠામાં  ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસની ટક્કરથી કાકા - ભત્રીજા મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો.

આ ઘટનાને પગલે ડીસા બનાસ નદીના બ્રિજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા ખેડૂતોમાં ભૂરભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાનજીભાઈ ચૌધરીનું મોત નીપજયું હતું.

બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે. સુઈગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક આવી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અજાણા વાહનની અડફેટે બાઈક આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગોલગામ ખાતે રહેતા ત્રણ યુવકો બાઈક લઈને સુઈગામ હાઈવે પરથી પસાર થઈ જતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી બે પિતરાઈ ભાઈઓ મુકેશ આસોલ અને વિક્રમ આસોલના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા આજુબાજુના લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

(10:44 pm IST)