Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

લ્‍યો કરો વાત નવા વર્ષના પ્રારંભથી જ બોર્ડ-નિગમ ન.પા.ના. કર્મચારી ૧૬ મીથી આંદોલનના મુડમાં

સરકારી કર્મચારી અને અધિકારીઓનું લડતનું એલાન કર્મીઓ કાળી પટ્ટૃ કરશે ધારણ

ગાંધીનગર : રાજ્યના સરકારી કર્મચારી અને અધિકારીઓએ પડતર પ્રશ્નોને લઇ લડતનું એલાન કર્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી અધિકારી લડત સમિતિ દ્વારા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરાશે.

સમિતિ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરાશે. અને કર્મચારીઓ 16થી 18 નવેમ્બર સુધી કાળીપટ્ટી ધારણ કરશે. અને વિરોધમાં દરેક બોર્ડ નિગમ, નગરપાલિકાઓના તમામ કર્મચારીઓ જોડાશે.

કર્મચારીઓની માગ છે કે ભારત સરકારના ધોરણે ગુજરાતના કર્મચારીઓને લાભ અપાય અને સાતમાં પગાર પંચના બાકીના લાભ આપવામાં આવે. HRA, શિક્ષણ ભથ્થુ, વાહન ભથ્થા સહિતના ભથ્થા કેન્દ્રના ધોરણે આપવા માગ કરાઇ છે. 10 લાખની મર્યાદામાં કેશલેશ મેડીક્લેમ યોજના, ગ્રેજ્યુઇટી વધારવા અને વય નિવૃતિની મર્યાદા 60 વર્ષની કરવાની માગ કરાઇ છે. સાથે જ ફિક્સ પગારના કર્મચારીઓ ફૂલ પગાર સહિતના તમામ લાભ આપવા. અને ફિક્સ પગાર પ્રથા સંદતર બંધ કરવાની માગ કરાઇ છે. અને ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં કરેલો કેસ પરત ખેંચવાની માગ અને કર્મચારીઓના NPA બંધ કરી જૂની પેન્શન પ્રથા ફરીથી ચાલુ કરવાની પણ માગ કરાઇ છે.

શું છે કર્મચારીઓ અને અધિકારીઓની માગ?

  • ભારત સરકારના ધોરણે ગુજરાતના કર્મચારીઓને લાભ અપાય
  • સાતમાં પગાર પંચના બાકીના લાભ આપવામાં આવે
  • HRA, શિક્ષણ ભથ્થુ, વાહન ભથ્થા સહિતના ભથ્થા કેન્દ્રના ધોરણે આપવા માગ
  • 10 લાખની મર્યાદામાં કેશલેશ મેડીક્લેમ યોજના, ગ્રેજ્યુઇટી વધારવી
  • વય નિવૃતિની મર્યાદા 60 વર્ષની કરવાની માગ
  • ફિક્સ પગારના કર્મચારીઓ ફૂલ પગાર સહિતના તમામ લાભ આપવા
  • ફિક્સ પગાર પ્રથા સંદતર બંધ કરવી
  • ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં કરેલો કેસ પરત ખેંચવો
  • કર્મચારીઓના NPA બંધ કરી જૂની પેન્શન પ્રથા ફરીથી ચાલુ કરવી
  • 50 વર્ષથી વધુના કર્મચારીઓને CCC, પૂર્વ સેવા, ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવી
  • ઉચ્ચતર પગાર ધોરણ અટકાવવું નહી, ફક્ત તાલીમ આપવી
(10:03 pm IST)