Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સિંધુ ભવન ખાતે ડિમોલિશન : SBR ફુડ કોર્ટની 52 દુકાનો તોડી દબાણ હટાવાયું

SBR ફૂડ કોર્ટ સહીત 47920 ચો.ફૂટનું ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવાયું:ફાયર NOC નહીં હોવાને કારણે 11 યુનિટ સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે મંગળવારના રોજ SBR ફૂડ કોર્ટ સહિત 47920 ચો.ફૂટનું ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત આગના બનાવ વધવાના કારણે એસી ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર NOC અંગેની પણ શરૂ કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ઝોનમાં લાંભામાં ફાયર NOC નહીં હોવાને કારણે 11 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ વોર્ડના SBR પોર્ટનો ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ માળ પર બાંધેલ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું હતું. A sphere food stall ખાતે 52 સ્ટોલ આવેલા હતા જેને બાંધકામ તોડીને દૂર કરવામાં આવ્યા હતા. 44000 ચો.ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં પાલડી વોર્ડમાં શાંતિવન બસ સ્ટેન્ડ પાસે પુરોહિત ચવાણા માર્ટ નામની દુકાનમાં મર્જીનની જગ્યામાં બનાવવામાં આવેલ ગેરકાયદેસર શેડ તોડવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાસણામાં નેબરહુડ માટેના રિઝર્વ પ્લોટમાંથી 16 કાચા ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંજલી બ્રિજ પાસે આવેલા સુસ્મિતા ફ્લેટમાં ગ્રાઉન્ડમાં માર્જિનની જગ્યામાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું હતું

(10:14 pm IST)