Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સુરતના ડિંડોલીમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ગાળાગાળી સાથે ઝપાઝપીના દ્રશ્યો વાયરલ

હેલ્મેટ વિનાનો વાહન ચાલકે કહ્યું અન્ય સામે કેમ કેસ કરતા નથી અને મામલો બિચક્યો

સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો વાયરલ થયા છે જાણવા મળ્યા મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં વાહન ચાલક હેલ્મેટ વિના વાહન હંકારી રહ્યો હોવાથી પોલીસે અટકાવ્યો હતો. જેથી વાહન ચાલકે અન્ય વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી કરતા નથી. તેવું કહીને મોબાઇલમા વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારી અને વાહન ચાલક વચ્ચે અપશબ્દો સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(11:35 pm IST)