Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

વડોદરાના ગેંડા સર્કલ નજીક સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આગ ભભુકતા દોડધામ મચી: કોઈ જાનહાની નહીં

ફેશન સ્ટોરમાં આગ લાગતા કપડા સહિતનો મુદ્દામાલ બળીને ખાક

વડોદરાના સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આગ લાગી હતી. ગેંડા સર્કલ નજીક આવેલા મોલમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ગ્રાઉન્ડ ફ્લોર પર દોડધામ થઇ ગઇ હતી. આગના બનાવને લઇને સ્થળ પરના સ્ટોરમાં રહેલ મુદ્દામાલ સળગી ગયો હતો. જોકે કોઇ જાનહાની થવા પામી નથી.

સેન્ટર સ્ક્વેર મોલના ફેશન સ્ટોરમાં આગ લાગી હતી. આ સ્ટોરમાં આગ લાગી ત્યારે અંદર હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ આગમાં કપડા સહિતનો અનેક મુદ્દામાલ બળીને ખાક થઇ ગયો હતો.

જોકે મોલની ફાયર સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. અહીં ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ થયો નથી.

(10:39 pm IST)