Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સાંતલપુરના અબીયાણા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં જ ખેડૂતો માટે એકત્રીકરણ અને વિતરણ વ્યવસ્થા માટે કેન્દ્ર શરૂ કરાયું

ખેડૂતોના હિત માટે પંચાયતની નવી પહેલ: ગ્રામ પંચાયત દ્વારા ગામના ખેડૂતો માટે કાર્ય કરવાનું ઉત્તમ ઉદાહરણ

સાંતલપુર તાલુકાના અબીયાણા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં જ ખેડૂતો માટે એકત્રીકરણ અને વિતરણ વ્યવસ્થા માટે એક કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે કદાચ પાટણ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પણ પંચાયત દ્વારા ખેડૂતોના વિકાસ માટે આવા કેન્દ્રની શરૂઆત કરેલ હોય તેવો પ્રથમ બનાવ છે

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામીણ વિકાસ ની બાબતે કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં ખેડૂતોના વિકાસ અને ખેતીની સમૃદ્ધિ માટે રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની સ્થાપના થયેલ છે આ કંપની ઘણા વર્ષોથી ખેડૂતોની આવક વધારવા ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રદર્શન અને નિદર્શનના કાર્યક્રમો કરવા ખેડૂતોને નવી માહિતી અને ટેકનોલોજી થી અવગત કરાવવા તેમજ ખેડૂત અને ખેતીના વિકાસ માટે તાલીમો અને મીટીંગો નું આયોજન કરવા સાથે પાણી તેમજ ખેતી માટે વિવિધ કાર્યો કરી રહ્યું છે હાલમાં જ બનાસ ફાર્મર પ્રોડયૂસર કંપનીના માધ્યમથી રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો ને ખેતી કરવા માટે ઉપયોગી એવા સાધનસામગ્રી ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતા માલસામાનની વેચાણ વ્યવસ્થા માટે સાતલપુર તાલુકા ના કોયડા તેમજ જામવાળા ગામે કલેક્શન સેન્ટરો ઉભા કરવામાં આવેલ છે જે કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યા હોવાથી તેમાંથી પ્રેરણા મેળવી હાલમાં જ સાતલપુર તાલુકા ના અબીયાણા ગામમાં  આ સેન્ટરનું ઉદઘાટન થયેલ  જેમાં  અભિયાણા ગ્રામ પંચાયત દ્વારા આવા અભિગમને અપનાવી  ખેડૂતો માટે ગ્રામ્ય કક્ષાએ  આવા સેન્ટર ચાલુ કરવાની શરૂઆત કરેલ છે જે સેન્ટરમાંથી  ખેડૂતોને વ્યાજબી ભાવે  દવા  ખાતરો  ખાણદાણ  બિયારણ  તેમજ  ખેત ઓજારો  મળી રહેશે  જેની સાથે સાથે  ખેડૂતોને  પોતાના ખેતરમાંથી  ઉત્પાદિત થયેલ  માલસામાનને  આ સેન્ટર પર  વેચાણ માટે  નોંધણી કરાવી શકાશે  આ કાર્ય દ્વારા  ખેડૂતોને  ખર્ચમાં ઘટાડો  અને આવકમાં  ચોક્કસ વધારો થશે  આ કાર્યને આગળ વધારતા  રાધનપુર તાલુકાના નાયતવાડા ગામમાં પણ  પંચાયત દ્વારા  આવી જ પહેલનુ અનુકરણ કરી કેન્દ્ર ચાલુ કરવાની તૈયારી બતાવેલ છે

અબિયાણા ગામે આયોજિત કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી 301 જેટલા ખેડૂતોએ હાજરી આપેલ જેમાં બનાસ ફાર્મર પ્રોડયૂસર કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરો ચેરમેન તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન ના કર્મચારીઓ દ્વારા પ્રોડ્યુસર કંપની ના ઉદ્દેશ્ય તેમજ તેમાં જોડાવા ની પ્રક્રિયા લાંબા સમયે ખેડૂતોને થતા ફાયદા અને વિવિધ પ્રકારની યોજનાઓની માહિતી આપી વધુમાં વધુ પ્રમાણમાં ખેડૂતો ને આમાં જોડાવા માટે આહવાન કરેલ છે

આ પ્રસંગે અબિયાણા ગામ ના મહીલા સરપંચ દ્વારા દુકાનનું ઉદઘાટન કરી ખેડૂતોના હિત માટે આ સેન્ટર ની શરૂઆત કરેલી છે જે ગામના ખેડૂતોને ઉપયોગી થાય અને ખરેખર બીજી ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરેલ છે

(8:44 pm IST)