Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સુરતમાંથી ગાંજાના મોટા નેટવર્કનો પર્દાફાશ : SOGએ દરોડામાં 300 કિલો ગાંજો ઝડપ્યો: બે આરોપીની ધરપકડ

અમરોલીમાં ગોડાઉન બનાવી શહેરમાં છૂટક સપ્લાય કરતા હોવાનો ઘટસ્ફોટ

સુરતમાં એસઓજીએ ગાંજાના મોટા નેટકવાર્કનો પર્દાફાશ કર્યો છે શહેર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને મળેલ બાતમી મુજબ અજાણ્યા શખ્સોએ ગાંજાનો જથ્થો લાવી એક મકાનમાં સંતાડ્યો હતો. પોલીસે આ બાતમીના આધારે રેડ કરતા 18 લાખ રૂપિયા રૂપિયાની કિંમતના 300 કિલો ગાંજા સાથે બેની ધરપકડ કરી હતી.
   સુરતમાં રહેતાં કેટલાક ઓરિસ્સાવાસી શખ્સો ઓરિસ્સાથી ટ્રેનમાં ગાજાનો જથ્થો લાવતા હોય છે પણ પોલીસ દ્વારા થતાં સતત ચેકિંગના લઈને આરોપી ભાગી જતા હોય છે અને ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં પોલીસના હાથે લાગી જતો હોય છે. ગાંજાનું નેટવર્ક તોડી પાડવા માટે ટ્રેનમાં પોલીસ તપાસનું દબાણ વધતા હવે ગઠિયાઓએ આ જથ્થો બાય રોડ લાવવાનું શરુ કરવામાં આવ્યું હતું, ત્યારે આવો જ એક ગાંજાનો જથ્થો આરોપીઓએ લાવીને એક મકાનમાં સંતાડ્યો હોવાની વિગતો સુરત સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને મળતા ગતરોજ સાંજે અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલી શિરડી ધામ સોસાયટીમાં એક મકાનમાં SOGS દરોડા પાડ્યા હતા

    જોકે, પોલીસને આ મકાન માંથી 300 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, તેની અંદાજિત કિંમત 18 લાખ થાય છે જેથી પોલીસે આ મકાન માંથી કાર્તિક ઉર્ફે સલમાન ગંગાધર સ્વાઈ અને સાગર ઉર્ફે બુટુ જગા બિલ્વાલને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે, દરોડા વખતે રાજુ નામનો શખ્સ ફરાર થઇ જતાં તેને એસ.ઓ.જી વૉન્ટેડ જાહેર કર્યો છે. ઝડપાયેલો આરોપી કાર્તિક ઉર્ફે સલમાન ગાંજાનો મુખ્ય સપ્લાયર છે અને તેણે આ મકાનમાં ગાંજાનું ગોડાઉન બનાવી છૂટકમાં નાના સપ્લાયરોને વેચાણ કરી દેતો હોવાની વિગત પોલીસ પૂછપરછ માં બહાર આવી હતી જેને લઈને પોલીસે આ ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે

(6:59 pm IST)