Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

યુવકના ૧૦૦ ટુકડા કરનારને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન થયું

પોલીસની પુછપરછ દરમિયાન ઘણી વિગતો ખુલી : પોલીસે કેનાલ ખાતે શોધખોળ આદરીને મૃતકના શરીરના ટુકડા કબજે કર્યા : ચકચારભર્યા કેસમાં ઉંડી તપાસ જારી

અમદાવાદ, તા.૧૦ : પૈસાના હિસાબ અને પોતાની સોપારી અપાઇ હોવાની શંકામાં પોતાના જ ભાગીદાર મિત્રનું કાસળ કાઢી તેના શરીરના ૧૦૦ ટુકડાઓ કરીને પ્લાસ્ટિકની થેલીમાં અસલાલી પાસે ન્યુ મણિનગર નજીક કેનાલમાં ફેકીં દેવાના ચકચારભર્યા કેસમાં આજે પોલીસે આરોપી મતબૂલ ફારૂક શેખને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર હત્યા પ્રકરણનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીએ એક તબક્કે તેના ભાગીદાર સાકીરની હત્યા કરવા બદલ ભારોભાર અફસોસ અને પસ્તાવો પણ વ્યકત કર્યો હતો. જો કે, પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી કેનાલમાં આજે ભારે શોધખોળ આદરી મૃતકના શરીરના કેટલાક વધુ ટુકડાઓ કબ્જે કર્યા હતા. અસલાલી- હાથીજણ રોડ પર બે પ્લાસ્ટિકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળવાના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપી મતબૂલ ફારૂક શેખની ગઈકાલે ધરપકડ કરી હતી. ગોમતીપુરમાં રહેતા ભાગીદાર યુવક સાકીર શેખ અને તેના ભાગીદાર મતબૂલ વચ્ચે ભાગીદારીના હિસાબને લઇ થોડુ મનદુઃખ થયુ હતુ,

                જેમાં સાકીરે પોતાની હત્યા માટે સોપારી હોવાની મતબૂલને શંકા જતાં તેણે તે કોઇ ચાલ ચાલે એ પહેલાં પોતે જ તેના ભાગીદાર સાકીરને પતાવી દીધો હતો. આરોપી મતબૂલે તેના ભાગીદાર મિત્ર સાકીરની હત્યા બાદ  ે ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના ૧૦૦ કટકા કરીને બે કોથળીમાં પેક ભરી દીધા હતા, જેમાં એક કોથળીમાં માથુ અને હાથના ભાગ હતા, જયારે બીજી કોથળીમાં શરીરના અન્ય અંગો કટકા કરેલી હાલતમાં હતા. ચકચારભર્યા આ કેસમાં પોલીસે ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ગયા રવિવારે એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટિકની થેલીમાં અત્યત દૂર્ગંધ મારતી હતી. ચાની કિટલી ધરાવતા વ્યકિતએ તરત જ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી.

               જો કે, આરોપી મતબૂલને પોલીસ તપાસની ગંધ આવી જતાં તે ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો, પોલીસે એક ટીમ ત્યાં પણ તેને પકડવા રવાના કરી હતી. પરંતુ ઉત્તરપ્રદેશ પહોંચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે, મતબૂલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે. મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી જ્ેમાં તેણે પોતાનો સમગ્ર ગુનો કબૂલી લીધો હતો.   ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરિયાએ  પોલીસ સ્ટાફના માણસો અને કેનાલમાં ઉતરનારા માણસોને સાથે રાખી આરોપી મતબૂલને પણ સાથે લીધો હતો અને તેને કેનાલના ઘટનાસ્થળે લઇ મહત્વપૂર્ણ રિકન્સ્ટ્રકશન કર્યું હતું, જેમાં પોલીસને મહત્વની વિગતો સાંપડી હતી.

(9:51 pm IST)