Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સંખેડાના માજરોલમાં નજીકના વડવાણા તળાવમાં હજારો વિદેશી પક્ષીઓનું આગમન ;પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

સંખેડા તાલુકાના માજરોલ ગામ પાસે આવેલા વડવાણા તળાવમાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વિદેશી પક્ષીઓનું આગમન થતા અવનવા પક્ષીઓ જોવા માટે લોકો દુર દુરથી અહીં આવી રહ્યા છે. આ તળાવ પર આ વિદેશી પક્ષીઓ બે માસ સુધી રહેતા હોય છે.

  આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધીનો ફેલાવો ધરાવતા અહીં વિદેશી પક્ષીઓ આ વિસ્તારની આખીયે એક નવી ઓળખ  ઉભી કરે છે. વિદેશી પક્ષીઓના કલરવના કારણે આ વિસ્તારમાં અનેકપ્રવાસીઓ પણ આવતા હોય છે. જેથી વડામણા તળાવ પ્રવાસીઓ માટે વિશેષ પ્રકારે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

(11:37 pm IST)