Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કરજણના મેથી ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલ મહિલાની બોથડ પદાર્થ ઝીંકી કરાઈ હત્યા

સંતોકબેનને બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી લાશને માથે સાડી ઓઢાડી હત્યારો ફરાર

વડોદરા:જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી સંતોકબેન નામની મહિલાને મોઢાના ભાગે કોઇક બોથડ પદાર્થ મારી જીવલેણ હુમલો કરી કૃર હત્યા કરી નાંખતા કરજણ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

 મળતી વિગત મુજબ કરજણ તાલુકાના મેથી ગામમાં રહેતા સંતોકબેન સોમાભાઇ વસાવા સીમમાં બકરા ચરાવવા ગયા હતા.સંતોકબેન ઘરે પરત ન ફરતા તેઓના પરિવારજનોએ સંતોકબેનની શોધખોળ કરી હતી. શોધખોળના અંતે સંતોકબેન સીમમાં અાવેલા એક ખેતરમાં મૃત હાલતમાં જોવા મળતા તેઓના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે અાવી પહોંચી ઝીણવટભરી તપાસ કરતા સંતોકબેનના મોઢાના ભાગે કોઇક હુમલાખોરે બોથડ પદાર્થ વડે હુમલો કરી ઇજા પહોંચાડી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

  તેણીની હત્યા કર્યા બાદ હત્યારાએ તેણીના મૃતદેહને સગેવગે કરવા ઝુંડામાં મુકી દઇ તેણીએ પહેરેલી સાડી ઓઢાડી હત્યારો ફરાર થઇ ગયો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી કરી તેણીના મૃતદેહને પી એમ અર્થે કરજણ સામુહિક અારોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. હાલ તો તેણીની હત્યા કયા કારણોસર થઇ તે પી એમ રિપોર્ટ અાવ્યા પછી જ ખબર પડશે, હાલ તો તેણીની હત્યા પાછળ રહસ્યના તાણાવાણા ગુંથાઇ ગયા છે. કરજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

(11:33 pm IST)