Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

દિવાળીના તહેવારમા એસટી નિગમને આવક પુરપાટ ::વિક્રમી 4.83 કરોડની આવ

ઓનલાઈન બુકીંગની માંગ વધી :9 નવેમ્બરે વિક્રમી 1 કરોડ 14 લાખની આવક

 

 અમદાવાળા :દિવાળીના દિવસોમાં એસટી નિગમે વધારાની 9902 ટ્રીપો દોડાવી 4.83 કરોડની વિક્રમી આવક મેળવી છે. જેમાં સૌથી વધુ એક્સ્ટ્રા બસોનુ સંચાલન દાહોદના રુટ પર કર્યું હતું. રુટ પર 1 હજાર જેટલી વધુ બસોનુ સંચાલન કરવામા આવ્યુ હતું.

  રાજ્યભરમાં સામાન્ય દિવસોમાં રુટીન 8 હજાર જેટલા શિડ્યુલ મુકવામા આવે છે જેમાં 18 થી 19 હજાર ટ્રીપોનુ સંચાલન થાય છે. દિવાળી સમયે વખતે નિગમે 7700 ટ્રીપોના અંદાજ સામે 9902 ટ્રીપોનુ વધારાનુ સંચાલન કર્યું હતું. લાભ પાંચમ સુધી હજુ એકસ્ટ્રા વધારાની ટ્રીપોનુ સંચાલન ચાલુ રહેશે.
  
વખતે ઓનલાઈન બુકીંગની માંગ વધારે રહી હતી. માત્ર એક દિવસ (9 નવેમ્બર)ની વિક્રમી 1 કરોડ 14 લાખ રુપિયાની આવક નોધાઈ હતી. જે અત્યાર સુધીની ઓનલાઈન બુકીંગની સૌથી વધારે આવક છે. બાબત દર્શાવે છે કે હવે એસટીના મુસાફરોમાં પણ ઓનલાઈન બુકીંગને કરી રહ્યા છે.

  અધિકારીઓના મતે 3 થી 6 નવેમ્બરે દિવાળીના દિવસોમાં એસટીએ 4 લાખ 25 હજાર જેટલા વધારાના મુસાફરોને પોતાના મુકામે પહોચાડી 4.83 કરોડની આવક મેળવી હતી. એકસ્ટ્રા સંચાલન લાભ પાંચમ સુધી કાર્યરત રહેશે ત્યારે વધારાની આવકનો આંક હજુ વધશે.

(11:25 pm IST)