Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

દીવના નાગવા બીચ પર પ્રવાસીઓ ઉમટયા :જબરી જનમેદની

ઠંડીની સિઝન હોવા છતાં લોકો મન મૂકીને દરિયામાં નહાતા જોવા મળ્યા

 

દીવ :દિવાળીના તહેવારની મૌસમમાં કેન્દ્રશાસિત દીવમાં પ્રવાસીઓનું મહેરામણ ઉમટી પડયું છે માત્ર સૌરાષ્ટ્રવાસીઓ પરંતુ બીજા જિલ્લાના બીજા રાજ્યના અને ઘણા વિદેશી પ્રવાસીઓ પણ દીવની મુલાકાત લીધી છે હાલ દિવાળીનો માહોલ છે. ત્યારે દીવ સૌરાષ્ટ્રના સ્થાનિક ઉપરાંત અન્ય પ્રવાસીઓથી ઉભરાયું છે

   દીવનો ફેવરીટ નાગવા બીચ જાણે પ્રવાસીઓથી ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હાલમાં ઠંડીની સિઝન હોવા છતાં લોકો મન મૂકીને દરિયામાં નહાતા જોવા મળ્યા હતા અહીં વોટર સ્પોર્ટસ અને એડવેન્ચર એક્ટિવિટીઝ પણ એટલી જાણિતી છે. હાલમાં પ્રવાસીઓના ભારે ધસારાના કારણે દીવની દરેક હોટેલ્સ પ્રવાસીઓના કારણકે હાઉસફૂલ બની ગઇ છે.

(11:23 pm IST)