Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો :ગાંધીનગર સૌથી ઠંડુ શહેર :તાપમાન 14 ડિગ્રી

વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો માહોલ :હજુ પારો વધુ નીચે ગગડશે

અમદાવાદ ;દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનોચમકારો દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું. જ્યાં દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું તાપમાન 14.6 ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું.

  આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ભાવનગરનું મહુવા કંડલા સહિતના શહેરોનું તાપમાન 15 થી 16 ડીગ્રી જેટલું નોંધાયુ છે. આમ હવે ધીરેધીરે ઠંડીપોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુનીચે સરકશે.

(10:43 pm IST)