Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમદાવાદના વસ્ત્રાલમાં કારચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું મોત

રોડ ક્રોસ કરતા સકરીબેનને ઠોકરે ચડાવી કારચાલક ફરાર

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં કારની અડફેટે વૃદ્ધાનું કરૂણમોત નીપજ્યું છે વસ્ત્રાલ રીંગ રોડ પાસે એક કારચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું છે. કારચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો

   મૃતક વૃદ્ધા 80 વર્ષના હોવાનું અને સકરીબેન નામ હોવાનું જણાયું છે.તેઓ રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડથીઆવી રહેલી કાર સાથે ટકરાયા હતા. જેને કારણે તેમનું મોત નીપજ્યું. ઘટના સ્થળેતાત્કાલીક 108 ઈમર્જન્સી સેવાની એબ્યુલન્સ પહોંચી હતી. પોલીસે પણ આ મામલેકાર્યવાહી હાથ ધરી છે.

(10:13 pm IST)