Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભરૂચના લીકરોડ નજીક 30 વર્ષીય યુવાન પર અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો

ભરૂચ: લીંકરોડ નજીક આવેલ મહેસાણા સ્ટીલ પાસે પસાર થતાં ૩૦ વર્ષીય યુવાન ઉપર ૬ થી ૮ અજાણ્યા યુવાનોએ અંધારાનો લાભ ઉઠાવી ઢીકાપાટુંનો માર મારી અચાનક ચાટી ઉપર ડાબી બાજુ ચપ્પુ હુલાવી ફરાર થઈ જવાની ધટના બનવા પામી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચની શ્રવણ ચોકડી,લીંકરોડ ઉપર આવેલ આલ્ફા સોસાયટીમાં રહેતા ગૌરવ મહેશ લસણિયાવાળા(ઉ.વર્ષ૩૦)તા.૯મીની રાતે ૯.૩૦ની આસપાસ પોતાના ઘરે જતો હતો

દરમિયાન શ્રવણ ચોકડી,મહેસાણા સ્ટીલ નજીક થી પસાર થતી વેળા ૬ થી ૮ અજાણ્યા ઈસમોએ તેની સાથે તું ગાળ કેમ બોલે છે કહી ગૌરવને ૬ થી ૮ જેટલા અજાણ્યા ઈસમોએ ઢીકાપાટુનો મારામારી અંધારાનો લાભ લઇ ચપ્પુ કેવા તીક્ષણ હથિયાર વડે તેની છાતીમાં ડાબી બાજુએ મારી ભાગી છૂટ્યા હતા. ઘટનામાં ઇજા પામેલ ગરવાને તેના મિત્રો દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા દાખલ કરાયો હતો.ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

 

(1:14 pm IST)