Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સુરતના કિમ નજીક લૂંટ વિથ મર્ડરની ઘટના: ચોકીદારીની હત્યા કરી લૂંટારૃઓએ ફેકટરીમાં લૂંટ કરી રફુચક્કર

સુરત:ના કિમ નજીક નવાપરા GIDCમાં ઘોઝારી ઘટના બની છે. નવાપરા GIDCમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. ફેક્ટરીના ચોકીદારની હત્યા કર્યા બાદ લૂંટારુઓએ ફેક્ટરીમાં લૂંટ કરી હતી. ફેક્ટરીમાંથી લાખો રૂપિયાના કિંમતી સાધનો લૂંટી લૂંટારુઓ ફરાર થયા છે. ઘટનાને લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોર-લૂંટારુ ટોળકી સક્રિય થઈ જાય છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં તસ્કર ટોળકીઓ ગેલમાં આવી જાય છે અને ચોરી,લૂંટ જેવી ઘટનાને અંજામ આપવામાં સફળ થાય છે. ત્યારે આજ પ્રમાણે લૂંટારુ ટોળકી લૂંટની ઘટનાને અંજામ આપવામાં સફળ રહી છે. લૂંટારું ટોળકીએ ચોકીદારની હત્યા કરી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા છે.

 

(1:13 pm IST)