Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ:પ્રેમીએ છરીના ઘા ઝીકી પ્રેમીકાના પતિની કરી હત્યા

 

અમદાવાદ :અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે શહેરના એસજી હાઈવે નજીક અંબીકા ચાલીમાં રહેતા દિલ્લુની પત્નીને તેનો કુટુંબનો એક વ્યક્તિ ભગાડી ગયો હતો. ત્યારબાદ દિલ્લુ પત્નીને પાછી મોકલવા માટે ભગાડી જનાર યુવકને વારંવાર આજીજી કરતો હતો. ત્યારબાદ ભગાડી જનાર યુવકે તેને ધમકી આપી કે, હવે તું ફોન કરીશ તો તારી હત્યા કરી નાખીશ. ત્યારે નવા વર્ષના દિવસે આરોપી તેના સાથીઓ સાથે આવ્યો અને દિલ્લુને કહ્યું કે, મને વારંવાર ફોન કેમ કરે છે, ત્યારબાદ તેને છરી મારી દીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(12:31 pm IST)