Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર થવાની તૈયારી

અનુભવી અને યુવા નેતાઓનો થશે સમાવેશ :નવા ચહેરાને પણ મળશે સ્થાન

 

અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનનું નવું માળખુ જાહેર થાય તેવી શક્યતા છે. સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રીમાં અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરાશે તેમજ મંત્રી તરીકે નવા ચહેરાઓને પણ સ્થાન મળશે.

   પ્રદેશ કોંગ્રેસનું નવું માળખુ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં કોંગ્રેસ સંગઠનની બેઠક મળશે. જેમાં એક મહામંત્રી, એક પ્રમુખ બે મંત્રી સહિત ચાર લોકોને લોકસભા બેઠકની જવાબદારી સોંપાય તેવી પણ સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સંગઠનના નવા માળખાની રાહ જોવાઈ રહી છે. પહેલાં નોરતે નવું માળખું જાહેર થવાનું હતું પરંતુ અત્યાર સુધી તે જાહેર થઈ શક્યું નથી.

(12:12 pm IST)