Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દમણ પાલિકાના કાઉન્સિલર ખંડણીખોર સલીમ બારવાટીયાએ જેલમાંથી આપી વેપારીને ધમકી

વાપીના જલારામ ખમણના માલિકને ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી

વાપીના જલારામ ખમણના માલિકને જેલમાં રહેલાં કોર્પોરેટર સલીમ બારવટીયાએ ફરીયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી છે. બનાવ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

  સંઘપ્રદેશ દમણ નગરપાલિકાના કાઉન્સિલર સલીમ બારવટિયા સામે વધુ એક ફરિયાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ખંડણી માંગવાના ગુનામાં હાલ જેલમાં રહેલાં સલીમ બારવટીયા સામે જલારામ ખમણના માલિક કલ્પેશ પોપટે બંદુકની અણીએ ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી છે.ખંડણી, વ્યાજખોરી અને અપહરણ સહિતના ગંભીર આક્ષેપો બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ જેલમાં રહેલાં સલીમે જેલમાંથી ફોન કરી જલારામ ખમણના માલિકને ફરીયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 
(11:27 pm IST)