Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

વલસાડમાં ભાજપ અને એબીવીપી વચ્ચે કોમર્સ કોલેજની ચૂંટણીમાં ભંગાણ

ભાજપ યુવા મોરચાએ ગૌરવ આહીરને મેદાનમાં ઉતારતા એબીવીપી દ્વારા વિરોધ: રાત્રી દરમિયાન કોલેજ પર સુત્રોચાર

 

વલસાડમાં ભાજપ અને એબીવીપી વચ્ચે કોમર્સ કોલેજની ચૂંટણી બાબતે ડખો થયો છે. અહીં ભાજપ અને આરએસએસ વચ્ચે સમન્વયમાં ભંગાણ પડી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

  વલસાડ ખાતે આવતીકાલે યોજાવવા જઇ રહેલી કોમર્સ કોલેજની ચૂંટણીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા અને ભાગડાવાળા ગ્રામપંચાયતના ઉપ સરપંચ ગૌરવ આહીર દ્વારા પોતાના ઉમેદવારો ઉતારવામાં આવતા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને રાત્રી દરમિયાન કોલેજ પર સુત્રોચાર કરી ગૌરવ આહીરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ગૌરવ આહીરને સસ્પેન્ડની કરવાની માંગ કરાઇ હતી.

(11:23 pm IST)