Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગાંધીનગર: રિવોલ્વર સાફ કરતી વેળાએ દબાઈ ગયું ટ્રીગર : એક વ્યક્તિને છાતીના ભાગે વાગી ગોળી

ગાંધીનગરના સેકટર 21માં વિશ્વકર્મા શોપિંગમાં બનાવ : ઘટના સ્થળેથી ફુટેલું કારતુસ મળ્યું

ગાંધીનગરના સેકટર 21માં આજે ખાનગી ફાયરીંગ થયું હતુ. વિશ્વકર્મા શોપિંગમાં રોયલ કાર એસેસરીઝ દુકાનમાં ઇન્દ્રસિંહ ગોહિલ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. તે સમયે ટ્રીગરનું બટન દબાવી જતા સામે બેઠેલા વ્યક્તિને છાતીના ભાગે ગોળી વાગી હતી.

  વિસ્તારમાં  ગોળીના અવાજથી આસપાસના લોકો દુકાને દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તપાસમાં ઘટના સ્થળેથી ફુટેલું કારતુસ મળી આવ્યું છે.

(9:27 pm IST)