Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગુજરાત એકસપ્રેસની હડફેટે બાળા સહિત ૩ના કરૂણ મોત

નડિયાદ રેલ્વે સ્ટેશન પાસેના બનાવ બન્યો : મુંબઇથી અમદાવાદ તરફ ટ્રેન આવી રહી હતી તે દરમ્યાન બનાવ : બે મહિલાઓ, એક બાળકીનું કરૂણ મોત નિપજ્યું

અમદાવાદ, તા.૧૦ : ખેડા જિલ્લાના નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે એક કરૂણ બનાવમાં, આજે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની હડફેટે એક બાળકી અને બે મહિલા સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બે મહિલા અને બાળકીના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં રેલ્વેના અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મૃતકોમાં એક મહિલાની ઉમંર ૫૦ વર્ષ, બીજી મહિલાની ઉમંર ૪૦ વર્ષ અને બાળકીની ઉમંર અઢી વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજે બપોરે ૧-૫૦ મિનિટે ગુજરાત એકસપ્રેસ ટ્રેન મુંબઇથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પાસે એક ગોઝારી ઘટના બની હતી.  ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતાં બે મહિલા અને એક બાળકીનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

    બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને નાની બાળકી અને બે મહિલાના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો, આરપીએફની ટીમ, સ્ટેશન માસ્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી. તેથી પોલીસે મૃતકોની ઓળખ અને તેમના પરિજનોને જાણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ એક માત્ર અકસ્માત હતો કે, આત્મહત્યા હતી તે સહિતની આશંકાના આધારે પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પાસે બનેલી આ ઘટનાને લઇને રેલવે તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો. રેલવે દ્વારા પણ આ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેન પુર ઝડપે આવી રહી હતી અને બે મહિલાઓને ટ્રેનની ગતિ અંગે જાણ ન થઇ તે બાબત પણ ભારે આઘાત પહોંચાડે તે પ્રકારની છે. આ પ્રકારના અકસ્માતો વારંવાર થતાં રહે છે. છતાં પણ તંત્ર દ્વારા માનવ વગરના રેલવે ફાટકો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. બીજી બાજુ સામાન્ય લોકો પણ ભારે બેદરકારી દાખવીને જોખમ લઇને રેલવે ક્રોસિંગ પાર કરતા રહે છે. વારંવાર આ સંદર્ભમાં ચેતવણી પણ જારી કરવામાં આવે છે પરંતુ ટ્રેનની અડફેટે આવવાના બનાવો બનતા રહે છે.

કરૂણાંતિકાની સાથે.....

*    ખેડાના નડિયાદ નજીક ટ્રેનની અડફેટે આવતા બે મહિલા સહિત ત્રણના મોતથી સનસનાટી ફેલાઈ

*    ગુજરાત એક્સપ્રેસની અડફેટે આવવાથી ત્રણના મોત મુદ્દે રેલવે દ્વારા તરત કોઇ પ્રતિક્રિયા આપવામાં ન આવી

*    સામાન્ય લોકોને વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં રેલવે ક્રોસિંગ પાસે બેદરકારી દાખવવામાં આવે છે

*    ટ્રેનની ગતિ અંગે જાણ નહીં હોવાથી અકસ્માતો થાય છે

*    માનવ રહિતના રેલવે ક્રોસિંગ ઉપર પણ આવા બનાવો બને છે

*    રેલવે દ્વારા વિવિધ પગલા લેવાયા હોવા છતાં ટ્રેનની અડફેટે આવવાથી મોતના કિસ્સાઓ બનતા રહે છે

(8:51 pm IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST