Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

વિસનગર તાલુકામાં મોટાપાયે થતો દારૂના કટિંગનો પર્દાફાશ: બે અલગ અલગ જગ્યાએથી પોલીસે 1 કરોડથી પણ વધુ દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો

વિસનગર:તાલુકાના ગુંજાળા અને જોટાણા તાલુકાના ભટારીયામાં વિદેશી દારૃની મોટાપાટે કટીંગની પ્રવૃતિઓનો પર્દાફાશ થયો છે. બંને સ્થળેથી પોલીસે રૃ.૧ કરોડથી વધુનો દારૃ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. બુટલેગરો કન્ટેનર અને ટ્રકમાં મગફળીના કોથળા અને પાણીના આરઓ પ્લાન્ટ મશીનના નીચે રાજસ્થાનથી વિદેશી દારૃનો જથ્થો સંતાડીને મહેસાણા પંથકમાં ઠાલવવા લવાયો હોવાનું ખુલવા પામ્યું છે.જોકે દારૃ કટીંગની પ્રવૃતિઓમાં સંડાવાયેલા મુખ્ય સૂત્રોધારો પોલીસને થપ આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. દશેરાની રાત્રીએ મહેસાણા એલસીબીના પીઆઇ એસ.એસ.નીનામા,પીએસઆઇ આર.જી.ચૌધરી, એએસઆઇ રહેમતુલ્લાખાન, આશાબેન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વખતે બાતમી મળી હતી કે મહેસાણાના બુટલેગર રાજપુત આરબસીંગ ઉર્ફે સોનુ રામવીરસીંગ અને જીતેન્દ્ર શકરાજી ઠાકોર વિસનગર તાલુકાના ગુંજાળાથી ઉદલપુર જતા માર્ગે આવેલા એક ખરાળામાં ટ્રકમાં લાવેલા ભારતીય બનાવટના વિદેશી દારૃના જથ્થાની હેરાફેરી કરી રહ્યા છે.

(5:56 pm IST)