Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગાંધીનગર નજીક અડાલજ નર્મદા કેનાલમાં બાપુનગરની પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું: પતિ સહીત સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

ગાંધીનગર:શહેર નજીક આવેલા અડાલજ નર્મદા કેનાલમાં બાપુનગરની પરીણીતાએ ગત શુક્રવારે આપઘાત કરી લીધો હતો ત્યારે આ ઘટનામાં તેના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દિયરને વિદેશ મોકલવા માટે સાસરીયાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવતાં જે નહીં અપાતાં તેણીને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ડીસાના જયંતનગરમાં રહેતા અશ્વિનકુમાર ચંદુલાલ મોઢની ર૭ વર્ષીય પુત્રી નીકીતાના લગ્ન વર્ષ ર૦૧૬માં બાપુનગર ખાતે રહેતાં નરેશકુમાર અમરતલાલ મોદીના પુત્ર પાર્થ સાથે થયા હતા. આ લગ્ન જીવનથી નીકીતાને બે વર્ષનો દીકરો પણ છે. ગત તા.૪ ઓકટોબરના રોજ નીકીતા ઘરેથી નીકળી ગઈ હતી અને તેનો ફોન બંધ આવતો હતો. જેથી તેના સાસરીયાઓ અને પિયરીયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે તેણીનો અતોપતો લાગ્યો નહોતો. તેનો મૃતદેહ અડાલજ કેનાલમાંથી મળી આવ્યો હતો. 

(5:55 pm IST)
  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST