Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં બપોરના સમયે માટે જ સાત વર્ષીય પુત્રીનું અપહરણ કરી મમતા પર કલંક લગાવ્યો : મહિલા સહીત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ માનીયાની ખાડ સ્થિત એક સોસાયટીમાંથી ગતરોજ બપોરના સમય દરમ્યાન એક બુરખાધારી મહિલા સહિત અન્ય ત્રણ શખ્શો દ્વારા સાત વર્ષની બાળકીનું અપહરણ કરીને લઈ જતા આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના લોટીયા ભાગોળ પાસે આવેલ માનીયાની ખાડ સ્થિત જગદંબા કોલોનીમાં રહેતા સૌરભભાઈ બીપીનચંદ્ર ઠક્કરના સુરેન્દ્રનગરના ચરાંમૂડી ખાતે રહેતી સંધ્યા જીતેન્દ્ર દવે સાથે લવમેરેજ થયા હતા. સુખી લગ્નજીવન દરમ્યાન તેમને બે સંતાન થયા હતા. પરંતુ લગ્ન જીવનના અમુક વર્ષો બાદ કોઈક કારણોસર એક વર્ષ પહેલા બંનેના છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ બંને પતિ-પત્નીના પરિવારો વચ્ચે બાળકો રાખવા મામલે સમજૂતી થતા બંને બાળકો પિતા પાસે રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

(5:54 pm IST)