Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ખેડા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યા પર ગમખ્વાર અકસ્માત: બે ઘટનામાં એકનું કમકમાટીભર્યું મોત: અન્ય એક ને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર અકસ્માત સર્જાયા હતા.જેમાં પહેલો અકસ્માતનો બનાવ અમદાવાદ-ઇન્દોર એકસપ્રેસ વે નજીક અને બીજો અકસ્માતનો બનાવ મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામની સીમમાં થયો હતો.

કઠલાલ પાસેથી પસાર થતો અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ એક હોટલની નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટર સાયકલ ચાલકે ગફલતભરી રીતે બેફીકરાઇ હંકારી રોડ ઉપર કુતરા સાથે અથડાવી મોટર સાયકલ પાછળ બેઠેલ  જશુભાઇ જાંજમેરા શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે જશુભાઇ વેલજીભાઇ જાંજમેરા રહે,પિઠાઇ પરબડી સામેએ કઠલાલ પોલીસ મથકે મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:53 pm IST)