Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમદાવાદ: ચાંદખેડા પોલીસને કાચા કામના કેદીઓને સારવાર અર્થે લઇ જવું ભારે પડ્યું:27 જેલોમાંથી 972થી વધુ કેદીઓ ફરાર થઇ જતા અરેરાટી

અમદાવાદ: શહેરમાં ચાંદખેડા પોલીસ મંગળવારે રાત્રે દસ વાગે સિવિલ હોસ્પિટલમાં 4 ઘરફોડીયા ચોરની સારવાર કરાવવા ગઇ હતી. ત્યારે બે ચોર પોલીસને ધકકો મારીને ફરાર થઇ ગયા હતા. તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. બીજી તરફ રાજ્યની 27 જેલોમાં 972થી વધુ કાચા અને પાકા કામના કેદીઓ ફરાર થઇ ગયા છે.

કેદીઓ જાપ્તામાંથી, વચગાળાના જામીન મેળવીને ફર્લો, અને પેરોલ લઇને ભાગેલા આરોપીઓને પકડવા માટે ફર્લો સ્કવોર્ડ બનાવવામાં આવી છે. છતાં ફર્લો સ્કવોર્ડને પણ પુરતી સફળતા  આરોપીઓને પકડવામાં મળતી નથી.

972 પૈકીના 10 તો દાણચોરો,આર્મી એકટના ગુનાનો આરોપી, હત્યાનો આરોપી તેમજ વચગાળાના જામીન લઇને ગયેલા  કેદીઓ ફરાર તેમજ  પેરોલમાંથી પરત નહી આવેલા કેદીઓનો સમાવેશ થાય છે.

(5:47 pm IST)