Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

હવે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ સુધી લાંબુ નહીં થવુ પડેઃ આઇટીઆઇમાં સુવિધા ઉપલબ્ધ કરાશે

ગાંધીનગર :લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે હવે આરટીઓ સુધી લાંબા નહિ થવુ પડે. કારણ કે, લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઈ.ટી.આઈમાં કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને 100 રૂપિયાનું મહેનતાણું આપશે. 11 ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઈટીઆઈ દ્વારા લર્નિંગ લાયસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ જાહેરાત સાથે જ હવે આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સની કામગીરી થશે. તો સાથે જ આરટીઓ ખાતે લર્નિંગ લાયસન્સની કામગીરી નહિ થાય. હાલના તબક્કે તો આરટીઓમાં આ કામગીરી ચાલુ છે. પણ સપ્તાહ બાદ લર્નિંગ લાયસન્સ કઢાવવાની કામગીરી બંધ થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની દરેક આરટીઓ ઓફિસોમાં બારેમાસ લોકોની ભીડ ઉમટેલી હોય છે. અનેક લોકોના કામ ખોરંભે ચઢેલા હોય છે. ત્યારે આરટીઓ પરથી કામનું ભારણ હળવુ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં જવુ પડશે.

(4:46 pm IST)
  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST