Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ડુપ્લીકેટ માર્કશીટની ફી બમણી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અલગ અલગ ફીમાં વધારો કર્યો

માઈગ્રેશન, માર્કશીટ વેરિફિકેશન, ઓરિજિનલ માર્કશીટ પાછળ સહી સિક્કાની ફીમાં ૧૦૦ ટકાનો વધારો

અમદાવાદ,તા.૧૦: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અલગ અલગ ફીમાં વધારો કર્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ થી ડુપ્લીકેટ માર્કશીટની ફી બમણી કરી દીધી છે. અત્યાર સુધી ડુપ્લીકેટ માર્કશીટ કાઢી આપવાની ફી ૫૦ રૂપિયા હતી તેના માટે હવે ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

માઈગ્રેશન, માર્કશીટ વેરિફિકેશન, ઓરિજિનલ માર્કશીટ પાછળ સહી સિક્કા કરવાની ફીમાં પણ ૧૦૦ ટકા વધારો કરાયો છે. ધોરણ ૧૦ અને ૧૨માં માર્કશીટમાં નામ સુધારણા માટે પણ ૧૦૦ રૂપિયા ફી નક્કી કરાઈ છે. ફી વધારાનો અમલ પહેલી નવેમ્બરથી લાગુ પડશે.

(3:56 pm IST)