Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગુજરાતમાં પ્રથમ ઘટનાઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જન ઇન્સ્યોરન્સ કંપની બ્લેક લીસ્ટમાં

બનાસકાંઠા-સુરેન્દ્રનગરના ખેડૂતોને નાણા ચૂકવવામાં ધાંધીયા કરતા સરકારનો પરચો

રાજકોટ, તા. ૧૦ :. ગુજરાતમાં ખેડૂતોને પાક વીમાની મળવા પાત્ર રકમ ચુકવવામાં આડોડાઈ કરવાના આરોપસર રાજ્ય સરકારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને બ્લેક લીસ્ટ કરવા હુકમ કર્યાનું જાણવા મળેલ છે. આ વિમા કંપની હવે રાજ્ય સરકારની કોઈ યોજનામાં ભાગ લઈ શકશે નહિ.  આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ૨૦૧૭ના વર્ષમાં બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ પાક નિષ્ફળ જતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા જનરલ ઈન્સ્યુરન્સ વીમા કંપનીએ ખેડૂતોને વીમા પેટે નાણા ચૂકવવાના થતા હતા. ખેડૂતોના હક્કનો દાવો અને સરકારની વારંવારની રજૂઆત છતા વીમા કંપનીએ બન્ને જિલ્લાના કેટલાક વિસ્તારોને નાણા ચૂકવેલ નહિ અથવા ઓછા ચુકવેલ. આ મામલે કેન્દ્ર સરકાર સુધી ફરીયાદ પહોંચી હતી. આખરે સરકારે ખેડૂતોને અન્યાય કરનાર કંપનીને બ્લેક લીસ્ટમાં મુકી દીધી છે. ગુજરાતમાં કોઈ વીમા કંપનીને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવી હોય તેવો પ્રથમ બનાવ છે. આ ઘટના દેશમાં પ્રથમ હોય તો પણ નવાઈ તેમ સરકારના વર્તુળો જણાવે છે.

(3:34 pm IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST