Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સરદાર ધામ અમદાવાદ મિશન - ૨૦૨૬ અંતર્ગત ''સરદાર ધામ'' આયોજીત પાવન પગલા પાટીદારના

 અમદાવાદઃ સરદારધામ પબ્લીક ટ્રસ્ટ હેઠળ નોંધયેલ રજીસ્ટર્ડસંસ્થા છે. અને બંધારણના ઉદેશોને સુસંગત સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ધ્યયે સમસ્ત પાટીદારની સામાજીક શૈક્ષણિક તેમજ આર્થીક વિકાસની બાબતોને કેન્દ્ર સ્થાને રાખી કામગીરી કરે છે. પાટીદાર સમાજનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુંટુબ એટલે કે ૨૦૨૬ સુધીના પાંચ લક્ષ્ય બિંદુઓ નકકી કર્યા છે. (૧) સરદારધામ બિલ્ડીંગ પ્રોજેકટ (૨) સિવીલ સર્વિસ કેન્દ્રો યુપીએસસી (જીપીએસસી)  (૩) ગ્લોબલ બિઝનેસ સમિટ દર બે વર્ષ ૨૦૨૬ સુધી (૪) ગ્લોબલ પાટીદાર બિઝનેસ આર્ગેનાઇઝેશન (જીપીબીઓ) (૫) યુવા તેજ તેજસ્વીની ઉપરોકત લક્ષયબિંદુઓને સિધ્ધ કરવા સરદાર ધામ દ્વારા જાન્યુઆરી ૨૦૧૮માં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ (જીપીબીએસ)નું આયોજન સરકારના વાયબ્રન્ટ સમિટ સમકક્ષ મહાત્મા મંદિર  ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા અને મુખ્યમંત્રીશ્રીના અને અન્ય મહાનુભાવોના વરદહસ્તે ઉદ્ઘાટન કરવાનું સુચિત સ્વરૂપે આયોજન છે. ૧ લાખ ચો.મી જગ્યામાં ૧૪ મોટા ડેમમાં જુદા-જુદા સેકટરના પ્રદર્શનનું આયોજન કરેલ છે. અત્યાર સુધીમાં ૧૧ પ્રમોશનલ કાર્યક્રમો યોજાઇ ગયા છે.

(3:29 pm IST)