Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દારૂની ટેવ જેવી ખતરનાક છે બાળકો માટે મોબાઇલ ફોનની લત્ત...વાલીઓ જ જવાબદાર

મોબાઇલ ફોનની લત્ત છોડાવવા બાળકોને હોસ્પિટલમાં લઇ જવાનું શરૂ થયું છે!

અમદાવાદ તા. ૧૦: આજના યુગમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ જરૂરિયાત બની ગયા છે. ખુબ ઉપયોગી એવી આ સેવા બાળકો માટે દારૂની લત્ત લાગી જવા જેવી ગંભીર પણ બની રહી છે. અનેક બાળકોને મોબાઇલ ફોનની આદત પડી જતાં તેને છોડાવવા માટે હોસ્પિટલમાં લઇ જવા પડે છે. આજના યુગમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધ્યો છે અને તેના થકી અનેક કામો ઘર બેઠા સરળતાથી થઇ જાય છે. પરંતુ સાથોસાથ  દૂરૂપયોગ પણ મોટી સમસ્યા બની રહ્યો છે. હાલના દિવસોમાં મોબાઇલ ફોન બાળકો માટે ખતરાનો સંકેત બની રહ્યો છે.

બાળકો દ્વારા મોબાઇલ ફોનનો વધુ સમય સુધી ઉપયોગ કરવો એ એક લત્ત લાગી જવા જેવું છે. જેમ લોકોને તમાકુ, દારૂ જેવા વ્યસન હોય છે અને તેઓ ઇચ્છે છતાં આ વ્યસન છોડી શકતા નથી અને કોઇ છોડાવવાનો પ્રયાસ કરે તો આવા લોકોને તે ગમતું હોતું નથી તેમ બાળકોમાં પણ મોબાઇલનું વળગણ એક પ્રકારના નશા જેવું થઇ ગયું છે. હવે તો મોબાઇલનું વ્યસન છોડાવવા લોકો પોતાના બાળકોને હોસ્પિટલમાં લાવતા પણ થઇ ગયા છે! ગુજરાતની સોૈથી મોટી અમદાવાદ મેન્ટલ હોસ્પિટલમાં દર મહિને લગભગ બે થી ત્રણ બાળકો એવા આવે છે જેનું મોબાઇલનું વળગણ છોડાવવા તેના માતા-પિતા પ્રયાસ કરી રહ્યા હોય છે. પરંતુ બાળકો મોબાઇલની ટેવ છોડતાં ન હોઇ તેને સારવાર માટે દાખલ કરવા પડી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દર મહિને આવા બે-ત્રણ કેસ આવે છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં પણ આવા કેસ આવતા હશે. અમદાવાદની માનસિક આરોગ્ય હોસ્પિટલના મનોચિકિત્સક ડો. અજય ચોૈહાણ કહે છે મોબાઇલ ફોનનો જરૂરિયાત મુજબ ઉપયોગ થાય તો વાંધો નથી. પણ દરરોજ ચાર-છ કલાક મોબાઇલમાં વળગ્યા રહેવું એ એડિકશન જ છે. બાળકોને મોબાઇલ ફોનની લત લાગે તો તેના માટે વાલીઓ જ જવાબદાર છે. કલાકો સુધી બાળક મોબાઇલ સાથે રહે તો તેને ફોનનું વ્યસન થઇ જવાની પુરી શકયતા છે. એક સમય એવો આવે છે કે આવા બાળકો ફોન વગર રહી જ શકતા નથી. પછી તેને મનોચિકીત્સક કે સાઇકોલોજીસ્ટ પાસે લઇ જવા પડે છે.

(3:28 pm IST)
  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST