Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દારૂબંધીના દંગલ બાદ તંત્ર જાગ્યું :રાજ્યભરમાં એક સપ્તાહ સુધી પોલીસ ડ્રાઈવ: દરરોજની કામગીરીનો DGPને અહેવાલ મોકલાશે

ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ કમિશનરો, ડીએસપીને આ અંગેના આદેશ આપ્યા

અમદાવાદ : ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે તેવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદનના મામલે કોંગ્રેસ ભાજપ જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ પ્રશ્નો ઉઠાવી રહી હતી કે ખરેખર શું ગુજરાતની દારૂબંધી ખાલી કાગળ ઉપર જ છે? ગુજરાત સરકાર ઉપર પ્રહારો થઈ રહ્યા હતા કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોય તો તેનો અમલ કેમ થતો નથી? ત્યારે ઘોર નીંદ્રામાં પોઢી રહેલ તંત્ર સફાળુ જાગીને કામે લાગ્યુ હતુ. 

   રાજ્યમાં એક સપ્તાહ સુધી ડ્રાઈવ યોજવામાં આવી છે. ડીજીપી શિવાનંદ ઝાએ રાજ્યમાં ડ્રાઈવ માટે આદેશ આપ્યા છે. 16 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં પોલીસ ડ્રાઈવ યોજાશે. રાજ્યના તમામ પોલીસ કમિશનરો, ડીએસપીને આ અંગેના આદેશ અપાઈ ગયા છે.

   લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિઓ ચકાસવાના સુચનો આપી દેવામાં આવ્યા છે એટલુ જ નહી પણ ટેક્નિકલ રીતે નિષ્ફળ કામગીરીની પણ ફેરતપાસના આદેશ અપાયા છે. પોલીસ કમિશનર, રેન્જ વડા કક્ષાએથી તમામ તપાસ કરાશે. રોજેરોજની કામગીરીનો ડીજીપીને અહેવાલ મોકલવામાં આવશે.

(1:20 pm IST)