Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમદાવાદના નારોલ-લાંભા રોડ પર બાઇકચાલકે બે જોડીયા બાળકો લવ-કુશને કચડ્યા : બંનેના કરૂણમોત

- નારોલના ખોડિયાર મંદીર નજીક અકસ્માત થતાં જ બાઈકચાલક ફરાર

અમદાવાદમાં નારોલ-લાંભા હાઈવે પર એક બાઈક ચાલકે 10 વર્ષના બે જેડિયા બાળકોને કચડી નાંખ્યાં હતા  જેમાં લવ-કુશ નામના બંને બાળકોનાં મોત થયા હતા. આ ઘટના નારોલના ખોડિયાર મંદીર નજીક બની હતી. અકસ્માત થતાં જ બાઈકચાલક ફરાર થઈ ગયો.

  ઘટના સ્થળે કેટલાક લોકોએ બાઈક ચાલકનો પીછો પણ કર્યો પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યોં. હતો નારોલ ગામના વળાંક પાસે ખોડિયાર મંદિર પાસે આ ઘટના બની હતી અકસ્માત થતાં જ બાળકોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ બાળકો બચી શક્યા નહીં. અકાળે મોતથી હોસ્પિટલમાં જ તેના પરિવારજનોએ કલ્પાંત કર્યો. લવ-કુશ નામના જોડિયા બાળકો પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા.

(11:45 am IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST